/વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લે બે ટેસ્ટ આ કારણસર નહીં રમે

વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લે બે ટેસ્ટ આ કારણસર નહીં રમે

કોરોના હજુ સાવ નાબૂદ થયો નથી. પરંતુ હવે જાણે કોરોનાનો કોઇ ડર ન હોય એ રીતે રમતો શરૂ થઇ ગઇ છે. ખાસ કરીને ક્રિકેટ રમવી શરૂ થઇ ગઇ છે, મેદાન ખાલી છે, પણ રમાય છે. હાલ આઇપીએલ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ ઓસ્ટ્રેલિયાનો ક્રિકેટ પ્રવાસ પણ ટીમ ઇન્ડિયા કરી રહી છે. જો કે ભારતીય ટીમનો સુકાની વિરાટ કોહલી જ છે, પરંતુ તે ચાર ટેસ્ટમાંથી બે ટેસ્ટ નહીં રમે એવી જાહેરાત થઇ ગઇ બાદ તેના કારણ અંગે ઘણા ચાહકો ચર્ચામાં ઉતર્યા છે.
ઓસ્ટ્રેલિયામાં ભારત વનડે, ટ્વેન્ટી ટ્વેન્ટી અને ટેસ્ટ મેચ રમશે. આ માટે ટીમની પસંદગી પણ થઇ ગઇ છે. વિરાટ કોહલી ટીમનો સુકાની રહેશે. સ્વાભાવિક છે કે વિરાટ કોહલી અત્યારે સફળ સુકાની છે, ઉપરાંત તેનું પર્ફોમન્સ પણ સારું છે, ત્યારે સ્વાભાવિક છે કે ભારત ઓસ્ટ્રેલિયા સામે પોતાની શક્તિ દેખાડી શકે એમ છે. જો કે ક્રિકેટને અનિશ્ચિતતાની રમત કહેવાય છે, ત્યારે છેલ્લા બોલ સુધી પરિણામ કહી શકાય નહીં. એ ખરૂં કે ક્યારેક એકતરફી મેચ બની જતી હોય છે. પરંતુ જો બંને ટીમ એકબીજાથી જરાય ઉતરતી ન હોય ત્યારે મેચમાં રસાકસી ભારે રહેતી હોય છે.
ઓસ્ટ્રેલિયા સાથેનો ભારતનો આ ક્રિકેટ પ્રવાસ એવો જ રસાકસીભર્યો બની રહે એમ છે. ખાસ તો ટેસ્ટ મેચ સીરીઝમાં બંને ટીમોને તેમનું સાતત્ય અને શક્તિ દેખાડવાનો અવસર મળશે, તેથી ખરેખર ક્લાસિકલ ક્રિકેટના ચાહકો માટે ટેસ્ટ સીરીઝ એક ખાસ તક પૂરી પાડશે. પરંતુ હજુ તો પ્રવાસ શરૂ પણ થયો નથી, ત્યારે એક મોંકાણના સમાચાર આવી રહ્યા છે. એમ કહેવાય છે કે સુકાની વિરાટ કોહલી છેલલે બે ટેસ્ટ નહીં રમે. ચાર ટેસ્ટની શ્રેણીમાંથી છેલ્લી બે ટેસ્ટ કોહલી રમવાનો નથી, એવું ખાસ સૂત્રો જણાવે છે.
યાદ રહે કે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ટેસ્ટ સીરીઝ 17મી ડિસેમ્બરે શરૂ થનારી પહેલી ટેસ્ટ સાથે શરૂ થશે. બીજી ટેસ્ટ 16મી ડિસેમ્બરથી શરૂ થશે, જ્યારે ત્રીજી ટેસ્ટ 7મી જાન્યુઆરી અને છેલ્લી ચોથી ટેસ્ટ 15મી જાન્યુઆરીથી શરૂ થશે. આ સ્થિતિમાં કોહલી ડિસેમ્બરમાં જ ભારત પાછો આવી રહે એમ છે. સ્વાભાવિક છે કે વિરાટના ચાહકોને ખ્યાલ હશે જ કે વિરાટ કોહલીએ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા અને હવે અનુષ્કા માતા બનવાની છે. એ સંજોગોમાં વિરાટ કોહલી એ ખાસ ઘટનાનો સાક્ષી બનવા માટે ભારત પાછો ફરશે. વિરાટ કોહલી જાન્યુઆરીમાં પેટરનેટીવ લીવ લેવા માંગે છે અને એ કારણથી તે છેલ્લે બે ટેસ્ટ રમી શકે એમ નથી.
વિરાટ કોહલી છેલ્લી બે ટેસ્ટ નહીં રમે તો તેના સ્થાને લોકેશ રાહુલ ભારતીય ટીમમાં સ્થાન મેળવશે એમ લાગે છે. જો કે આ અંગે કોઇ જ સત્તાવાર જાહેરાત થઇ નથી. પરંતુ વિરાટ કોહલી પિતા બનવા જઇ રહ્યો છે, ત્યારે એ દિવસોમાં તે પત્ની અનુષ્કા સાથે સમય ગાળવા ઇચ્છે છે, એવું સૂત્રો કહે છે, ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડ એ અંગે ક્યારે જાહેરાત કરશે, તેના ઉપર સૌની નજર છે.