/પબ્જી ફરી આ રીતે ભારતમાં ચાહકોની દીવાળી સુધારી શકે છે !

પબ્જી ફરી આ રીતે ભારતમાં ચાહકોની દીવાળી સુધારી શકે છે !

પબ્જી ગેઇમ તેના ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ ચીને સરહદે સંઘર્ષ કરતાં મોદી સરકારે વળતા પગલાંરૂપે તેને આર્થિક ફટકો પડે એ માટે વિવિધ એપ્સ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. એ બાદ સૌથી મોટો ફટકો પબ્જીને પડ્યો છે. પબ્જી ભારતમાં સૌથી લોકપ્રિય ગેઇમ છે. હાલ તો તેના તમામ સર્વર બંધ છે, તેથી ભારતમાં એ ગેઇમ કોઇએ ડીલીટ કરી ન હોય તો પણ તે રમી શકાય એમ નથી, ત્યારે ભારતમાં પૂર્ણ પ્રતિબંધને પગલે પબ્જી હવે ફરીથી ભારતમાં પ્રવેશ કરવા માટે વિચારી રહી છે. એ માટે તે અમેરિકાની એક કંપની સાથે મંત્રણા કરી રહી છે.

હાલમાં પબ્જી મોબાઇલ એપની પેરન્ટ કંપની ક્રાફ્ટટોન/ બ્લુહોલ ભારતમાં ફરીથી પ્રવેશ મળે એ માટે માઇક્રોસોફ્ટ એઝયોર સાથે ભાગીદારી કરવા માટે મંત્રણા કરી રહી છે. માઇક્રોસોફ્ટ એઝ્યોર એ ક્લાઉડ કમ્પ્યુટીંગ પ્લેટફોર્મ છે અને કંપનીને આશા છે કે આ સર્વિસની સાથે પાર્ટનરશીપ કરીને ભારતમાં ડેટા લોકલાઇઝેશનના નિયમનું પાલન કરી શકશે.

યાદ રહે કે પબ્જી ગેઇમ ચીની કંપની તેન્સેન્ટ મેનેજ કરી રહી હતી. હવે તેન્સેન્ટે હવે તેનું સર્વર શટડાઉન કરી દીધું છે. હેવાલ મુજબ ક્રાફ્ટોન ઇન્કોર્પોરેશન અને માઇક્રોસોફ્ટ એઝ્યોરના આ ડીલમાં પબ્જી મોબાઇલ અને પબ્જી મોબાઇલ લાઇટ સામેલ છે. આ મંત્રણા સફળ થાય તો કંપની દીવાળી સુધીમાં પબ્જી મોબાઇલ અને પબ્જી મોબાઇલ લાઇટ શરૂ થઇ શકે એમ છે. પબ્જીનો ડેટા માઇક્રોસોફ્ટ એઝ્યોર પર સ્ટોર કરવામાં આવશે અને કંપની ડેટા લોકલાઇઝેશનને પણ ફોલો કરશે.

જો કે આ અંગે હજુ કોઇ જાહેરાત કરાઇ છે. પબ્જીએ એ અંગે કશી જાહેરાત કરી ન હતી. સ્વાભાવિક છે કે માઇક્રોસોફ્ટ એઝ્યોર સાથેની ભાગીદારી છે, પબ્જીને એક ડેટા પ્લેટફોર્મ મળી રહેશે. પરંતુ ભારતમાં પ્રવેશ કરવા માટે તેને પબ્લિશરની પણ જરૂર છે, ત્યારે તેના રાઇટ્સ માટે પણ પબ્જીએ કોઇ કંપની શોધવી પડશે અને એ હોય તો જ પબ્જી ભારતમાં પ્રવેશ કરી શકશે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે પબ્જી પબ્લિશર માટે રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ સાથે પબ્લિશીંગ રાઇટ્સ અંગે મંત્રણા કરી પબ્લિશરનો પણ નિવેડો લાવી શકે એમ છે.