/આ દેશ પર્યાવરણને લઈને ગંભીર, ૨૦૩૦ સુધીમાં પેટ્રોલ અને ડીઝલ કાર બંધ કરી દેશે

આ દેશ પર્યાવરણને લઈને ગંભીર, ૨૦૩૦ સુધીમાં પેટ્રોલ અને ડીઝલ કાર બંધ કરી દેશે

બ્રિટનમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા સરકાર ગંભીર, ૨૦૩૦ સુધીમાં પેટ્રોલ અને ડીઝલથી ચાલતી કાર બંધ થઈ જશે. આગામી ૨૦૩૦ સુધીની સાલમાં પેટ્રોલ અને ડીઝલથી ચાલતી કાર બંધ કરવા માટે બ્રિટનની સરકાર દ્રઢપણે આયોજન કરી રહી છે. અંદાજે લાખ કરોડ રૂપિયાની યોજના સાકાર થાય તો અઢી લાખ નોકરીઓ ત્યાં સર્જાશે ઉપરાંત ૨૦૫૦ સુધીમાં કાર્બન ઉત્સર્જનથી પણ સમગ્ર દેશ મૂકત થશે.

બીજી તરફ અર્થશાસ્ત્રીઓએ ચિંતા વ્યકત કરી હતી કે, સરકાર દ્રારા જો ઇલેકટ્રીક વાહનોને છુટ આપવામાં આવશે તો તેને કારણે ૩.૯ લાખ કરોડ રૂપિયા રોડ ટેકસ ગુમાવવાનો વારો આવશે.

તેથી આ નિર્ણય સરકાર કે દેશના હિતમાં નહીં હોય. બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોનસન યુકે કાર્બન કેપ્ચર ટેકનીકમાં વર્લ્ડ લીડર અને લંડન હરિયાળીનું વૈશ્વિક કેન્દ્ર બને તેવી ઈચ્છા ધરાવે છે.

તેથી બ્રિટન સરકાર ઇલેકટ્રીક કારને પ્રોત્સાહન આપવા માટે રસ્તાની આસપાસ ૬ લાખ ચાર્િંજગ પોઇન્ટ ઉપલબ્ધ કરવાની યોજના પર કામ કરી રહી છે.

બ્રિટનમાં પર્યાવરણ સંરક્ષણ માટે સરકાર ગંભીર બની છે. એટલે જીરો અલ્ટ્રા લો ઇમિશન વાળા વાહનો ખરીદવા માટે સરકાર સબસિડી આપવા પણ વિચારી રહી છે. જેમાં સરકારી તિજોરીને

કુલ ૧૩ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. બ્રિટન જીરો ઇમિશન વાળા પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને અમલમાં મુકવા પણ જઈ રહ્યુ છે. આ યોજનાથી પ્રદૂષણને રોકી શકાશે તેમ સરકાર અને પર્યાવરણ વિદો માની રહ્યા છે.

મળતા અહેવાલ પ્રમાણે આ સંદર્ભે બ્રિટનના વૈજ્ઞાનિકોએ એક સફળ પ્રયોગ પણ કર્યો છે. વડાપ્રધાન બોરીસ જોનસને નાગરિકોને સાયકલનો ઉપયોગ વધારવા પર ભાર મુક્યો છે. બ્રિટનમાં સાયકલિંગ અને વોકીંગ ટ્રેક બનાવવા પણ યોજના ઘડાઈ રહી છે. હાલ સરકારે તે માટે ૧૨ હજાર કરોડ રૂપિયાની જોગવાઇ કરી દીધી છે.

૨૦૨૫ સુધીમાં અહીં થર્મલ પાવર પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા નાના અને મોટા ન્યુકલીયર પ્લાન્ટ અને ન્યુ એડવાન્સ મોડયુઅલ રિએકટર્સ માટે ૫૧૭૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે.

ભારતમાં આ વિચાર હજી પા પા પગલીએ જ છે. માત્ર ઉત્તરપ્રદેશની યોગી સરકારે ઈલે. વાહનના રજિ. અને ટેક્સ તથા તેના ઉત્પાદન માટે છુટછાટ આપવાનો નિર્ણય કર્યો છે.