/સૌરવ ગાંગુલીએ ભાજપની ઓફર ફગાવી, રાજકારણમાં ન આવવાં આપ્યું આ કારણ

સૌરવ ગાંગુલીએ ભાજપની ઓફર ફગાવી, રાજકારણમાં ન આવવાં આપ્યું આ કારણ

સૌરવ ગાંગુલીએ પશ્ચિમ બંગાળમાંથી ભાજપમાં જોડાવાની અટકળોને નકારીને સત્યને બધાની સામે રાખ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલીએ રાજકારણમાં ન આવવાનો નિર્ણય લીધો છે. ધ ટેલિગ્રાફના અહેવાલમાં તેનો દાવો કરવામાં આવ્યો છે.

અહેવાલમાં જણાવાયું છે કે સૌરવ ગાંગુલીએ ભાજપ નેતૃત્વને સ્પષ્ટ કહ્યું છે કે તેઓ રાજકારણમાં પ્રવેશવાની ઇચ્છા રાખતા નથી કે તેઓ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી દરમિયાન પાર્ટી માટે પ્રચાર કરશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર સૌરવને ગયા મહિને ભાજપ સમક્ષ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશવા માંગતા નથી અને ક્રિકેટ સંચાલક તરીકેની તેમની ભૂમિકાથી ખુશ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે એકવાર સૌરવએ ના પાડી દીધી હતી, ત્યારે તેમને પાર્ટી તરફથી દબાણ કરવામાં આવ્યું ન હતું કે તેઓ ફરીથી રાજકારણમાં પ્રવેશવા વિચારે. તેમ છતાં સૌરવ ગાંગુલી તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી, પરંતુ ભાજપે આ દાવાની પુષ્ટિ કે ઇનકાર કરી નથી.

ભાજપના એક સૂત્રએ ટેલિગ્રાફને કહ્યું હતું કે, 2019 ની સામાન્ય ચૂંટણીઓ પહેલા પણ પાર્ટી ઇચ્છતી હતી કે, સૌરવ ગાંગુલી પાર્ટીમાં ખાસ અને મહત્વની ભૂમિકા ભજવે, પરંતુ તે બીજી ઘણી બાબતોમાં વ્યસ્ત હતો. સૂત્રએ કહ્યું કે આજે પરિસ્થિતિ જુદી છે, આજે આપણે બંગાળમાં એક મોટી રાજકીય શક્તિ બની ગયા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે સૌરવ વતી કોઈપણ ભૂમિકા માત્ર પક્ષને મદદ કરશે.