/હવે ફક્ત મેસેજ જ નહીં મની પણ પહોંચાડશે આ એપ

હવે ફક્ત મેસેજ જ નહીં મની પણ પહોંચાડશે આ એપ

સામાન્ય રીતે અત્યારે ફોટો, વીડિયો કે ટેકસ્ટ મેસેજ માટે વોટ્સ એપ મેસેજ એપનો બહોળો ઉપયોગ થાય છે. આપણે ત્યાં જ નહીં વિશ્વભરમાં અનેક લોકો મોબાઇલમાં વોટ્સ એપમાં માથું મારીને બેસી રહેતા જોવા મળે છે.
સ્વાભાવિક છે કે દુનિયાના કોઇ પણ છેડે ફોટો, વીડિયો કે મેસેજ મોકલવા ક્ષણનું કામ છે. એમાંય વળી વીડિયો કોલનું પણ ઓપ્શન છે, જેને કારણે લોકો એકબીજા સાથે વાત પણ કરી શકે અને એકબીજાને જોઇ પણ શકે. આ કારણે જ વોટ્સ એપ નામની એપ ખૂબ જ પ્રચલિત થઇ ગઇ છે. દુનિયાભરમાં લાખ્ખો લોકો એ એપનો ઉપયોગ કરીને એક બીજા સાથે સંપર્કમાં રહી શકે છે. વળી તેમાં ગ્રુપ મેસેજ પણ શક્ય છે, તેને કારણે સાથે ભણનારા કે નોકરી કરનારા કે પરિવાર- સબંધીઓ એકબીજા સેથ ગ્રુપ સંદેશા દ્વારા પણ માહિતીની આપલે કરી શકે છે, એ સ્થિતિમાં આ એપ ખૂબ જ પ્રિય થઇ ગઇ છે. હવે વોટ્સ એપ ફક્ત સંદેશાની જ નહીં પણ પૈસાની પણ આપલે કરશે. એનપીઆઇસીએ વોટ્સ એપને 200 લાખ યુઝરોને પૈસાની આપલે માટે મંજુરી આપી છે. યાદ રહે કે ભારતમાં વોટ્સ એપના 40 કરોડ યુઝર છે.
1 લી જાન્યુઆરી 2021થી હવે વોટ્સ એપ આ નવું ફીચર શરૂ કરશે. તમારે એ માટે એપ સ્ટોર કે ગૂગલ પ્લે સ્ટોર પર જઇને વોટ્સ એપ એપ ડાઉનલોડ કરવાની રહેશે. એ બાદ વોટ્સ એપ ઓપન કરીને સેટિંગ્સમાં જઇને પેમેન્ટનું ઓપ્શન જોવા મળે તો તમારે પેમેન્ટ સેક્સનમાં જઇ ન્યૂ પેમેન્ટ અને એડ ન્યૂ પેમેન્ટ મેથડને સિલેક્ટ કરવાની છે. એ બાદ એડ ન્યૂ પેમેન્ટ મેથડમાં જઇ પોતાની બેન્ક સિલેક્ટ કરવાની રહેશે. બેન્ક સિલેક્ટ થયા બાદ તમારું એકાઉન્ટ વેરીફાય વાયા એસએમએસનું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. વોટ્સ એપ નંબર અને બેન્ક સાથે લિન્ક કરેલો નંબર એક જ હશે તો આ વેરિફેકિશન થશે. વેરિફિકેશન થઇ ગયા બાદ ફિનિશ પેમેન્ટ સેટ અપ પર ક્લિક કરતાં યુપીઆઇ પિન સેટઅપ કરવાનો ઓપ્શન મળશે. દરેક પેમેન્ટ વખતે યુપીઆઇ પીન એન્ટર કરવાનો છે. સેટ અપ પૂર્ણ થયા બાદ વોટ્સ એપ પર મેસેજની જેમ પૈસા મોકલી શકાશે.
આ રીતે તમે વોટ્સ એપની મદદથી મની પણ મોકલી શકશો, હવે મેસેજની સાથે સાથે નવી સુવિધા આવતા વર્ષે તમને મળતી થઇ જશે.