અભિનેત્રીઓ પણ લગ્ન કરતી જ હોય છે. એ અલગ વાત છે કે હવે અભિનેત્રીઓની કેરિયર બહુ સારી હોય તો તેમની લગ્ન કરવાની વય ઘણી લંબાતી હોય છે. અભિનેત્રીઓ સરેરાશ કરતાં વધુ વયે લગ્ન કરી લેતી હોય છે. એમ પણ અભિનેત્રી તરીકેની કેરિયર વીસેક વર્ષની જ હોય છે. એ સંજોગોમાં કેરિયર ઢળવા માંડે ત્યારે હીરોઇન લગ્ન કરીને ઠરીઠામ થઇ જતી હોય છે. પરંતુ રાધિકા આપ્ટેએ લગ્ન કેમ કર્યા એ અંગે એક નવું જ રહસ્ય બહાર આવ્યું છે.

રાધિકા આપ્ટે સોશ્યલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ હોય છે. તે સતત આ પ્લેટફોર્મ પર તેની તસ્વીર શેર કરતી હોય છે. તેના ફેન્સ પણ ઘણા છે. સોશ્યલ મીડિયા ચાહકો સાથે નાતો બનાવવા માટે એક કડી બની ગઇ છે. સાથે સાથે નવી ફિલ્મની પબ્લિસીટી પણ થઇ જતી હોય છે. ખાસ કરીને લૉકડાઉન દરમ્યાન હીરો- હીરોઇનલોગ સોશ્યલ મીડિયા પર ઘણા એક્ટિવ હતા. શૂટીંગ બંધ હોય, તેઓ બીજી અનેક પ્રવૃત્તિ કરતા અને એ ફોટા શેર કરતા હતા. રાધિકા આપ્ટે પણ એ રીતે સોશ્યલ મીડિયા પર હાજર રહેતી હતી.

હાલમાં જ સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, તેમાં ધ અધર ક્વેશ્ચનમાં વિક્રાંત મેસી રાધિકા આપ્ટેનો ઇન્ટરવ્યુ લેતો જોવા મળે છે. હાલ ક્યાં છે એવા સવાલના જવાબમાં રાધિકા આપ્ટે કહે છે કે, તે લંડનમાં છે અને આ વર્ષે તે કામ કરવા માંગતી નથી. તે શૂટીંગના કામો આવતા વર્ષે જ શરૂ કરશે. રાધિકા આપ્ટે એ રીતે લાંબુ વેકેસન લેવાનું નક્કી કરી નાંખ્યું છે. તો બીજો એક સવાલ એવો આવે છે કે રાધિકાએ લગ્ન ક્યારે કરી લીધા ?
અભિનેત્રીના લગ્ન અંગેના સવાલ તેના ચાહકોમાં હંમેશા ઉત્કંઠા જગાવતા હોય છે. રાધિકા એ સવાલના જવાબમાં કહે છે કે, લગ્ન કરવાથી વીઝા લેવાનું સરળ બની જાય છે, એ વાત સમજાઇ ગઇ એ જ સમયે તેણે લગ્ન કરી લીધા હતા. મતલબ કે લગ્ન કરવા પાછળનું કારણ પ્રેમ બ્રેમ નહીં પણ વીઝા છે ! રાધિકા આપ્ટે આ સવાલના જવાબમાં વધુ કહે છે કે હું લગ્નની વ્યક્તિ નથી. મને લગ્નમાં વિશ્વાસ પણ નથી. લગ્ન એટલા માટે જ કર્યા કે વીઝાની એક સમસ્યા હતી અને અમે સાથે રહેવા માંગતા હતા. બસ, વીઝાની ઝંઝટ પણ ખત્મ થઇ ગઇ અને સાથે રહેવાનો સમય પણ મળી ગયો.
રાધિકા આપ્ટેની આ કબુલાત કરતી વીડિયો ક્લિપ ખૂબ જ વાઇરલ થઇ છે અને તેના ચાહકો તેના આ ઇન્ટરવ્યુને મન ભરીને માણી રહ્યા છે. લગ્ન અંગેના રાધિકાના વિચારો ઘણાને ગમી પણ ઘણા ગયા છે. સરવાળે આ વીડિયો ખૂબ જ વાઇરલ થયો અને પ્રશંસા પામી રહ્યો છે.
You may also like
-
દીપિકા પાદુકોણે નવા વર્ષે ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટા પરથી બધી પોસ્ટ કેમ ડિલિટ કરી નાખી?
-
સિરિયલની દુનિયાના જાણીતા આ પરિવારના તમામ સભ્યો થયા કોરોના પોઝિટિવ
-
ટોમ એન્ડ જેરી ના ચાહકો માટે સારા સમાચાર
-
કેવી છે અક્ષય કુમારની ‘લક્ષ્મી’, જાણો લોકોને કેવી લાગી આ ફિલ્મ
-
બિગ બોસ-14ની કન્ટેસ્ટેન્ટ પર આવ્યું સલમાન ખાનનું દિલ, કહ્યું- તારામાં મને…