January 27, 2021

કરોડપતિ થવું હોય તો દિવાળી પહેલા આ કામ અત્યારે જ કરી નાખો

સ્વાભાવિક છે કે તમામ ભૌતિક સુખ પૈસાથી જ મળી શકે છે, ત્યારે ગજવામાં પૈસા વધુ હોય તો વધુ સુખ મળી શકે એ સ્વીકારવું જ પડે. મોંઘવારી પણ વધી રહી છે, ત્યારે આર્થિક ખેંચમાં પીસાવાને બદલે વધુ પૈસા કમાઇ શકાતા હોય તો આરામથી જીવન ગુજારો થઇ શકે એવી ઇચ્છા તમામને હોય છે. તમને પણ કરોડપતિ બનવાની ઇચ્છા હોય તો દીવાળી પહેલાં કેટલાક સુચનો ધ્યાનમાં રાખવા જોઇએ.
શનિવારે દીવાળી છે. એમ મનાય છે કે દીવાળીના દિવસે લક્ષ્મી માતા ઘરોમાં ફરતી હોય છે. દીવાળીમાં દીવા પ્રગટાવવાનું કારણ એ પણ છે કે લક્ષ્મી માતાને પ્રસન્ન કરી તેની કૃપા રહે. એ ખરૂં કે લક્ષ્મીની કૃપા મેળવવા માટે ફક્ત દીવા પ્રગટાવવા પૂરતા નથી. પરંતુ લક્ષ્મીનો વાસ રહે એ માટે કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે.
ઘરમાં કેટલીય ચીજો એવી પડેલી હોય છે કે તેને કારણે લક્ષ્મીનો વાસ રહેતો નથી. એવી ચીજોને દીવાળી પહેલાં ઘરમાંથી બહાર કાઢી નાંખવી જોઇએ. ઘરમાં કોઇ ખૂણામાં તુટેલો કાચ હોય કે બારીનો કોઇ કાચ તુટેલો હોય તો એ કાચને ઘરમાંથી વહેલી તકે ફેંકી દો. લક્ષ્મીજીને ઘરમાં વાસ કરવામાં તે સૌથી મોટો અવરોધક છે. ઘરમાં તુટેલા કાચના ટુકડા રાખવા અશુભ મનાય છે. તુટેલા કાચને કારણે ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે.
એ ઉપરાંત ઘરમાં ખંડિત મૂર્તિ પણ રાખવી ન જોઇએ. આવી મૂર્તિઓ દુર્ભાગ્ય લાવે એવું માનવામાં આવે છે. એ સંજોગોમાં દીવાળી પહેલાં ઘરમાંથી ખંડિત મૂર્તિઓને પણ બહાર કાઢી નાંખવી જોઇએ. એ જ રીતે વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં તુટેલું ફર્નિચર પણ અશુભ છે. ઘર ઉપર ફર્નિચરની અસર ઘણી પડે છે અને તે કારણે ઘરમાં જો તુટેલું ફર્નિચર હોય તો તેને પણ કાઢી નાંખો.
તો વળી ઘડિયાળ એમ તો સતત ચાલતી રહેતી હોવાને કારણે પ્રગતિનું સૂચક ગણાય છે. એ સંજોગોમાં ઘરમાં બંધ પડેલી ઘડિયાળ હોય તો તે પ્રગતિમાં અવરોધક ગણાય છે, તેથી દીવાળીમાં તમે એવું ઇચ્છતા હો કે પ્રગતિ થાય, ઘરમાં લક્ષ્મીનો વાસ રહે તો ઘરમાંથી બંધ પડેલી ઘડિયાળને દૂર કરી દો. ઘરમાં દીવાળી પહેલાં સાફસફાઇ કરતા જ હોઇએ છીએ, ત્યારે ઘણો કચરો કાઢી નાંખતા હોઇએ છીએ. ઘરમાં તૂટેલા ચંપલ રહે એ પણ નકારાત્મક અને ખરાબ નસીબ લાવનારા ગણાય છે, તેથી ઘરની સાફસફાઇ સાથે સાથે ઘરમાં ફાટેલા- તુટેલા ચંપલને પણ ઘરમાંથી બહાર કાઢી નાંખો.
આટલા પગલાંથી તમારું નસીબ ખૂલી શકે છે, ઘરમાં લક્ષ્મીજી વાસ કરી શકે એવી માન્યતા પરાપૂર્વથી ચાલતી આવે છે. તમે પણ એ અજમાવી જુઓ, ક્યાંક તમારૂં નસીબ પણ ખૂલી જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *