January 27, 2021

આ પાંચ હિન્દુ મંદિરો સાબિત કરે છે તેની સનાતન સંસ્કૃતિ અને ધર્મને..

આપણો દેશો તો મંદિરોનો દેશ છે એમ કહીએ તો ચાલે. એક એકથી ચઢીયાતા મંદિરો આપણે ત્યાં જોવા મળે છે. આ મંદિરોમાં દર્શન કરવા માટે હિન્દુઓ તો જાય જ છે, પરંતુ વિદેશીઓ પણ આ મંદિરો જોવા માટ આવે છે. આવા મંદિરોમાંથી પણ કેટલાક મંદિરો તેમની સાથે રહસ્યો અકબંધ રાખીને બેઠા છે. એવા જ મંદિરોની અહીં વાત કરવી છે.
પહેલું મંદિર માં દુર્ગાનું મંદિર છે. હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલું આ મંદિર જ્વાલાજી મંદિર કે જ્વાળામુખી મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરમાં એક દીવો સતત સળગતો રહે છે. એમ કહેવાય છે કે એ દીવો વર્ષોથી સળગતો આવ્યો છે. આ દીવામાંથી નીલા રંગની જ્યોત નીકળે એ પણ એક રહસ્ય છે. સામાન્ય રીતે આપણે દીવો સળગાવીએ તેમાં પીળાનારંગી રંગની જ્યોત સળગતી જોવા મળતી હોય છે. જ્યારે અહીં સદીઓથી સળગતો આવેલો દીવો નીલા રંગની જ્યોત ધરાવે છે, તેની પાછળનું રહસ્ય સમજાતું નથી.

કાંગડાનું મા દૂર્ગા મંદિર

જ્યારે કર્ણાટકના હમ્પીમાં આવેલું વિરૂપાક્ષનું મંદિર પણ કેટલાક રહસ્ય દબાવીને બેઠું છે. અદભુત કોતરણીકામવાળા આ મંદિરમાં કેટલાક સ્થંભ એવા છે કે જેમાંથી સંગીત સંભળાય છે. આ સ્થંભ મ્યુઝીકલ પિલર્સ તરીકે ઓળખાય છે. આ મંદિર અંગ્રેજોના સમય પહેલાંનું છે અને ત્યારથી તેના આ મ્યુઝીકલ પિલર્સ લોકોમાં કૂતુહલ જગાવતા રહ્યા છે. અંગ્રેજોને પણ એ અંગે કૂતુહલ થયું હતું. થાંભલા તે વળી કઇ રીતે સંગીત રેલાવી શકે ? અંગ્રેજો મૂળે જિજ્ઞાસા સંતોષતી પ્રજા ખરી, તેથી જ આ સ્થંભમાંથી સંગીત કેવી નીકળે છે, તે જાણવા માટે અંગ્રેજોએ એક સ્થંભ કાપી પણ જોયો હતો, પરંતુ તે જોઇને તેઓ અચંબામાં મૂકાઇ ગયા હતા. એ સ્થંભમાં અંદર કશું જ ન હતું, તે પોલો હતો. પોલો હોવા છતાં એ સ્થંભ સંગીત રેલાવતો હતો. આજે પણ એ મંદિરના કેટલાય સ્થંભમાંથી સંગીત સંભળાય છે. એ રહસ્ય ઉકેલાતું નથી.

હમ્પીમાં વિરપાક્ષનું મંદિર

કર્ણાટકમાં જ 55 કિલોમીટર દૂર શિવમંગે મંદિક એક એવી પહાડી પર આવેલું છે, જે જુઓ તો તમને પહાડની ટોચ જ લાગે. બિલકુલ આસપાસ જરાય જમીન નહીં. આ પહાડી શિવલિંગ જેવી જ દેખાય છે.આ મંદિર શિવાલય જ છે અને અહીં શિવલિંગ પર ઘી ચઢાવવાનો રિવાજ છે. જો કે અહીં જ જાણે ચમત્કાર થતો જોવા મળે. તમે ઘી ચઢાવો કે તરત જ તે માખણ બની જાય છે. આજે પણ અહીં શિવલિંગ પર ઘી ચઢાવતાં જ માખણ બની જાય છે.
કર્ણાટકના હાસનમાં આવેલું હસનંબા મંદિર પણ રહસ્યમય છે. આ મંદિર આખા વર્ષમાં ફક્ત દીવાળીના એક અઠવાડિયા માટે જ ખુલે છે. એ વખતે પૂજા પાઠ થઇ ગયા બાદ તેના દ્વાર બંધ કરી દેવાય છે. એ દ્વાર બીજી દીવાળીએ જ ખુલે છે. આ મંદિરના દ્વાર બંધ કરી દેતાં પહેલાં મંદિરમાં એક દીવો પ્રગટાવવામાં આવે છે. આશ્ચર્ય તો એ છે કે આ દીવો આખું વર્ષ સળગતો રહે છે. ઉપરાંત હસનંબા દેવી ઉપર ચઢાવેલા ફૂલ પણ એક વર્ષ થવા છતાં પણ તાજા જ રહે છે, એ રહસ્ય હજુ ઉકેલાતું નથી.

લેપાક્ષી મંદિર

લેપાક્ષી મંદિર
આંધ્રપ્રદેશમાં આવેલું લેપાક્ષી મંદિર પણ અદભુત છે. અહીં જાણે વિજ્ઞાનના નિયમો લાગુ થતા ન હોય એમ લાગ્યા વિના ન રહે. મંદિરમાં તો સ્થંભ હોય જ છે. જો કે એ પિલર એવી કોતરણીવાળા હોય કે તે જોઇને દંગ રહી જવાય. આ મંદિરમાં પણ અનેક સ્થંભ છે, પરંતુ એક સ્થંભ એવો છે કે જે હવામાં લટકે છે. તે જમીન પર ટકેલો નથી. એ ઉપરાંત એક એવો પથ્થર છે, જેના પર એક પગલું કોતરેલું છે. એમ મનાય છે કે તે માતા સીતાનું પગલું છે. આશ્ચર્યની વાત તો એ છે કે એ પગલું હંમેશા ભીનું જ રહે છે. ગમે એટલું સુકવી દો પણ થોડા જ સમયમાં તે પાણીવાળું થઇ જાય છે. આ પાણી ક્યાંથી આવે છે એ એક રહસ્ય છે.