January 27, 2021

A medical worker collects a sample from a woman at a school turned into a centre to conduct tests for the coronavirus disease (COVID-19), amidst its spread in New Delhi, India June 22, 2020. REUTERS/Adnan Abidi

કોરોના વાયરસ આ રીતથી માત્ર 30 સેકન્ડમાં જ ખતમ થઈ જાય છે

કોરોનાનો ખોફ હવે ઓછો થવા માંડ્યો છે, પરંતુ ગુજરાત સહિત દુનિયાના અનેક વિસ્તારોમાં કોરોનાના કેસો ફરી વધવા માંડ્યા છે. યુરોપના કેટલાક દેશોએ તો ફરી લોકડાઉન પણ અમલી કર્યું છે. કોરોનાનો ખોફ વધી ગયો છે અને હજુ રસી બજારમાં ઉપલબ્ધ થઇ નથી, ત્યારે એક સારા સમાચાર એ પણ આવ્યા છે કે માઉથવોશથી કોરોના વાઇરસ ફક્ત 30 જ સેકન્ડમાં ખત્મ થઇ જાય છે.
બ્રિટનમાં કાર્ડિફ યુનિવર્સિટીએ કરેલા એક અભ્યાસમાં તારણ નીકળ્યું બતું કે કેટલાક માઉથવોશ લાળમાં રહેલા કોરોના વાઇરસને મારવામાં ખૂબ જ મદદરૂપ જણાય છે. આ સંશોધન મેડિકલ જર્નલમાં હજુ પ્રકાશિત થયું નથી, પરંતુ એ સંશોધનમાં જણાવ્યા મુજબ માઉથવોશના ઉપયોગથી લાળમાં વાઇરસને મારવામાં મદદ મળે છે. જો કે વિજ્ઞાનીઓએ સાથે સાથે એમ પણ કહ્યું છે કે માઉથવોશ ભલે કોરોના વાઇરસનો ખાત્મો બોલાવતો હોય, પણ તે કોરોનાના ઇલાજ માટે ઉપયોગમાં લઇ શકાય એવું કોઇ સંશોધન થયું નથી.
આ સંશોધનમાં કોરોના વાઇરસને નિષ્ક્રિય કરવામાં માઉથવોશની ક્ષમતા કેટલી છે, તેનું પરિક્ષણ કરાયું હતું. મોં અથવા નાક જેવી જ રચના લેબોરેટરીમાં બનાવવામાં આવી હતી. સામાન્ય રીતે માઉથવોશનો ઉપયોગ મોંના વિવિધ રોગો સામે કરવામાં આવે છે. આ પૈકીના કેટલાક માઉથવોશ પેઢાંના રોગ માટે ઘણા ઉપયોગી થાય છે. આ માઉથવોશ કોરોનાને પણ નિષ્ક્રિય કરી શકે છે.
આ સંશોધનના મુખ્ય લેખક રિચાર્ડ સ્ટેન્ટન જણાવે છે કે, માઉથવોશ કોરોના વાઇરસને નિષ્ક્રિય કરી શકે છે. જો કે હજુ આ કોરોના વાઇરસ ઉપર માઉથવોશની અસર જાણવા માટે ક્લિનિકલ ટ્રાયલ થશે, જેના પરિણામ આવતા વર્ષે જાણી શકાશે. એ બાદ જ કોરોના વાઇરસ સામે લડવામાં માઉથવોશ કેટલો ઉપયોગી સાબિત થઇ શકે તેની જાણ થશે.
અન્ય એક સંશોધક ડેવડ થોમસના જણાવ્યા પ્રમાણે લેબમાં નાક અને મોં જેવી રચનામાં કોરોના વાઇરસ પેદા કરી તેની ઉપર માઉથવોશની અસર કેવી થાય છે, તે જાણવાનો પ્રયાસ થયો હતો. જે અસરકારક રહ્યો હતો. જો કે તેને પગલે કોરોનાની સારવારમાં માઉથવોશ કઇ રીતે અસરકારક કે ઉપયોગી નીવડી શકે એ અંગે કોઇ ફોડ પડતો નથી. પરંતુ સંશોધકો માઉથવોશની કોરોના ઉપર અસર જાણવા માટે ક્લિનિકલ પરિક્ષણ શરૂ કરશે. આ પરિક્ષણના તારણ આવતા વર્ષે જાણી શકાશે. આ પરિક્ષણના આધારે જ દર્દીઓ વચ્ચે થતાં સંક્રમણને કઇ રીતે અટકાવી શકાય એ અંગે જાણી શકાશે. જો માર્ગ નીકળશે તો માઉથવોશ જ કોરોનાનું સંક્રમણ અટકાવવામાં અસરકારક સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *