January 27, 2021

ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોના વિસ્ફોટ, 24 કલાકમાં નોંધાયા આટલા કેસો

ગુજરાતમાં કોરોનાના કેસનો ફરી રાફડો ફાટયો હોય તેમ રવિવારે અધધ એક જ દિવસમાં નવા ૧૪૯૫ કેસ નોંધાયા હતા. રાજ્યમાં ૩ મોટા શહેરોમાં નાઈટ કર્ફયૂ મુકાયો હોવા છતાં કેસની સંખ્યા ચિંતાજનક વર્ણવાઈ રહી છે.

દિવાળીમાં ગુજરાતમાં પ્રજાએ ભારે છૂટછાટ લેતા હવે સંક્રમણ તેજીથી આગળ વધી રહ્યુ છે.

ગુજરાતમાં દિવાળી પહેલા કોરોના વાયરસના સરેરાશ ૮૦૦ આસપાસ કેસ નોંધાતા હતા. પરંતુ રવિવારે કોરોનાનો ચેપ એટલી હદે ફેલાયો હતો કે, ૧૪૯૫ દર્દીઓ સંક્રમિત થયા હતા.

આ સાથે જ રાજ્યમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૧,૯૭,૪૧૨ ઉપર પહોંચી છે. દરમિયાન રાજ્યમાં ૩૪ કલાકમાં વધુ ૧૩ દર્દીઓએ દમ તોડયો હતો.

જેથી રાજ્યનો કૂલ મૃત્યુઆંક વધીને ૩૮૫૯ થઈ ગયો છે. જો કે, આ જ સમયગાળામાં ૧૧૬૭ લોકોએ કોરોનાને પછડાટ આપી હોવાનું પણ જાણવા મળ્યું છે.

રાહતજનક વાત એટલી જ છે કે, રાજ્યમાં સાજા થવાનો દર ૯૧.૧૬ ટકા છે. રાજ્યમાં રવિવારે આરોગ્ય ખાતા દ્વારા ૬૩,૯૩૯ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

મળતી વિગતો મુજબ અમદાવાદમાં ૩૧૮, સુરતમાં ૨૧૩, વડોદરામાં ૧૨૭, રાજકોટમાં ૯૧, મહેસાણામાં ૬૦, ગાંધીનગરમાં ૫૭, રાજકોટમાં ૫૪, સુરતમાં ૫૩, વડોદરામાં ૩૯, ગાંધીનગરમાં ૩૭, કચ્છમાં ૩૧, પાટણમાં ૩૦, બનાસકાંઠામાં ૨૮, જામનગરમાં ૨૫, પંચમહાલમાં ૨૪, અમદાવાદમાં ૨૩, ખેડામાં ૨૩, સાબરકાંઠામાં ૨૧, ભાવનગરમાં ૨૦, મહીસાગરમાં ૨૦, અમરેલીમાં ૧૭, સુરેન્દ્રનગરમાં ૧૬, આણંદમાં ૧૫ અને અરવલ્લીમાં ૧૫, દાહોદમાં ૧૫, જામનગરમાં ૧૫, જુનાગઢમાં ૧૫, મોરબી ૧૫, ગીર સોમનાથ ૧૪, ભરૂચ ૧૩, જુનાગઢ ૧૨, તાપી ૧૨, નર્મદા ૮, દેવભૂમિ દ્વારકા ૪, નવસારી ૪, ભાવનગર ૩, બોટાદ ૩, છોટા ઉદેપુરમાં ૩, પોરબંદરમાં ૨ નાગરિકો કોરોના સંક્રમિત હોવાની પૃષ્ટિ થઈ છે.

૨૪ કલાકમાં ગુજરાતમાં ૧૩ દર્દીના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદમાં ૮, સુરતમાં ૨, બનાસકાંઠામાં ૧, ભાવનગરમાં ૧, ગાંધીનગરમાં ૧ વ્યક્તિના મોત થયા હતા.

મળતી વિગતો મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧,૭૯,૯૫૩ નાગરીકો સાજા થઈ ગયા છે. અને ૩૮૫૯ના અવસાન થયા છે. આજે ૧૩,૬૦૦ કોરોનાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું પણ જાણવા મળ્યું હતુ, જે પૈકી ૯૩ વેન્ટિલેટર ઉપર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *