અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ લખેલા પ્રોમિસ્ડ લેન્ડ નામના પુસ્તકમાં કેટલાક આંતરરાષ્ટ્રીય જગત સાથે સંકળાયેલી ઘટના અંગે પણ ખુલાસા કરવામાં આવ્યા છે.
૨૬ ભાષામાં અને વિશ્વના ૫૦ દેશમાં ઉપલબ્ધ આ પુસ્તક ૧૭ નવેમ્બરે બજારમાં મુકાયાના પહેલાં જ દિવસે ૮.૯૦ લાખ કોપી વેચાઈ ગઈ હતી. તેથી તે અનેક દેશોમાં બેસ્ટ સેલરની યાદીમાં સામેલ થઈ ગયું છે.
અત્યાર સુધી આ પુસ્તકમાં રાહુલ ગાંધી, મનમોહન સિંહ સહિત ભારત અંગે કેટલીક વાતો કરાઈ હોવાનું બહાર આવ્યું છે. ત્યારે હવે ઓબામાએ વિશ્વના મોટા આંતકવાદી ઓસામા બિન લાદેન અને લિબિયા પર કરવામાં આવેલા હુમલા અંગે ફોડ પાડયો છે.
તેમણે અત્યાર સુધી જવાહરલાલ નેહરુથી લઈ ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી સુધીનાનો ઉલ્લેખ કર્યો હતો. જયારે ૨૦૧૦માં ભારતનો પ્રવાસ અને સોનિયા ગાંધી, રાહુલ અને મનમોહનસિંહ અંગે પણ ખુલ્લા દિલે પોતાના પુસ્તકમાં લખ્યું છે.
તેમણે પુસ્તકમાં ખુંખાર આતંકી લાદેનનો ખાત્મોનો ખાત્મો બોલાવવાનો નિર્ણય કેવી રીતે લીધો હતો તે અંગે પણ સ્પષ્ટતા કરી છે. પુસ્તકમાં ઓબામાએ નોંધ્યું છે કે, અમેરિકાએ ૧-૨ મે, ૨૦૧૧ની રાત્રે પાકિસ્તાનમાં છૂપાયેલા ઓસામા બિનલાદેનને ઠાર માર્યો હતો. આ ઘટના પહેલા તેઓ એક સપ્તાહથી પોતાના નિર્ણય પુરા કરી રહ્યા હતા. આ સમયે મિસાઈલ એટેક પણ કરી શકાય તેવો વિકલ્પ ખુલ્લો હતો. લાદેન વિશે તેઓના મનમાં આકારા નિર્ણયનું વિચારવલોણું ચાલી રહ્યું હતુ. આખરે બાસ્કેટબોલ રમતા સમયે તેમણે આખરે રેડ કરવાનો નિર્ણય કર્યો. જો કે, તત્કાલિન ઉપરાષ્ટ્રપ્રમુખ બાઈડેને ઓબામાને તેમને ફેરવિચાર કરવાનું કહ્યું હતુ. પણ ઓબામા પોતાના નિર્ણય પર મક્કમ રહ્યા હતા.
અમેરિકાએ માર્ચ ૨૦૧૧માં લિબિયા પર એરસ્ટ્રાઈક કરતા તે સમયે સમગ્ર વિશ્વમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટના પહેલા ઓબામા ઓબામા બ્રાઝિલના પ્રવાસે ગયા હતા. જો કે, તે પહેલા લિબિયા પર હુમલા અંગે યોજના ઘડાઈ ચુકી હતી. આવા સંજોગોમાં બ્રાઝીલથી ઓબામાએ જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ માઈકેલ મૂલેન્ડને સિક્યોર મોબાઈલ કોમ્યુનિકેશન સિસ્ટમ દ્વારા સંપર્ક કરી સુચનાઓ આપવાની હતી. ઉલ્લેખનીય છે કે, સિક્યોર મોબાઈલ કોમ્યુનિકેશન સિસ્ટમથી યુએસ પ્રમુખ દુનિયાની કોઈપણ જગ્યાએથી વ્હાઈટ હાઉસના સંપર્કમાં રહી શકે છે. પરંતુ બ્રાઝીલના પ્રવાસ વેળા આ સિસ્ટમ કામ કરતી બંધ થઈ ગઈ હતી. આખરે ઓબામાએ હિંમ્મત સાથે સહયોગીના સાધારણ ફોન વડે જ લિબિયા પર હુમલો કરવા હુકમ કરી દીધો હતો.