ભારતમાં કોરોના વાયરસે ફરી માથું ઉંચકતા હવે ટીવી કલાકારો સુધી તેનું સંક્રમણ પહોંચ્યું છે. અત્યંત લોકપ્રિય ટીવી સિરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડયૂસર અસિત કુમાર મોદી કોરોનાથી સંક્રમિત થયા હોવાની પૃષ્ટિ થયા બાદ તેઓ પોતે જ આઈસોલેટ થઈ ગયા હતા. આ અંગે ખુદ અસિત મોદીએ સોશિયલ મીડિયા પર પોતે કોરોના પોઝિટિવ થયા હોવાનું સ્વીકાર્યું હતુ. આ ઘટના ક્રમ બાદ અસિત મોદીના પત્ની નીલા અને પુત્ર ઈશાંક પણ વાયરસની ચપેટમાં આવ્યા હતા.
સબ ટીવી પર પ્રસારિત થતી લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને દોઢ દાયકાથી દર્શકોના દીલોદીમાગ પર છવાયેલી રાખનાર આસિત મોદીએ ટ્વિટર પર લખ્યું હતુ કે, તેઓને કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો અને તે પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ તેઓ પોતે આઈસોલેટ થઈ ગયા છે. જે બાદ તેમણે તેમના સંપર્કમાં આવેલા તમામને પ્રોટોકોલનું પાલન કરવા જણાવ્યું હતુ. લોકડાઉન બાદ અનલોક સાથે જુલાઈમાં જ સીરિયલ માટે શૂટિંગ કરાયું હતું.
જેને કારણે દર્શકોને દોઢ માસથી નવા એપિસોડ જોવા મળી રહ્યા છે. જો કે, આ સ્થિતિમાં સીરિયલે ટ્રોલિંગનો સામનો પણ કરવો પડયો હતો. કેટલાક દર્શકોએ ટીપ્પણી પણ કરી હતી કે, સીરિયલના નિર્માતા આ નવા એપીસોડનું શુટીંગ કરીને અને તેને પ્રસારિત કરીને કોરોના જેવી બીમારીનો સામનો કરી રહેલ લોકોની મજાક ઉડાવી રહ્યા છે.
You may also like
-
દીપિકા પાદુકોણે નવા વર્ષે ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટા પરથી બધી પોસ્ટ કેમ ડિલિટ કરી નાખી?
-
ટોમ એન્ડ જેરી ના ચાહકો માટે સારા સમાચાર
-
કેવી છે અક્ષય કુમારની ‘લક્ષ્મી’, જાણો લોકોને કેવી લાગી આ ફિલ્મ
-
બિગ બોસ-14ની કન્ટેસ્ટેન્ટ પર આવ્યું સલમાન ખાનનું દિલ, કહ્યું- તારામાં મને…
-
લો કરો વાત! માત્ર વિઝા મેળવવા માટે Netflixની આ સ્ટાર અભિનેત્રીએ કરી લીધાં લગ્ન